Category અમરાખાચર

અમરાખાચર ખુલ્લી તલવાર લઇને અતિ શુરવિરતાથી ગરજતાં થકા બોલ્યા કે “ગઢપુર મંદિર તો શું પણ જો એ હરિયો ગઢપુર ગામમાં પગ મુકે તોય હું એને વાઢી નાંખીશ, ને જો એમ ન કરું તો હું દાદાખાચરનો દિકરો નહી.”

ગઢપુર ગામધણી એભલબાપુંનો પરિવાર એટલે શ્રીહરિને સ્નેહને તાંતણે બાંધી રાખનારા અનાદિ મુકતો, આવા જ દાદાખાચરના નાના દિકરા અમરાખાચર હતા. શ્રીહરિએ દાદાખાચરના બીજા વિવાહ ભટ્ટવદર ગામે નાગપાલ વરું ના દિકરી જસુંબાં સાથે કરાવ્યા, એમના કૂખે મોટા દિકરા બાવાખાચર અને નાના દિકરા…