Category પૂર્ણ પુરુષોત્તમ

ગામ દહીંસરામાં કચરા ભક્ત: ‘આપણે મહારાજનાં દર્શન કરવા જઇએ છીએ, જો ચરણમાં સોળ ચિહ્ન હોય, ને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું,

ગામ દહીંસરામાં ભક્ત કચરો નામે એક સત્સંગી હતા. કુસંગીઓ તે વખતે ગામમાં ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં. સંવત્‌ ૧૮૮૬ની સાલમાં રામનવમીના સમૈયા ઉપર વડતાલમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પોતપોતાના ગામથી સંઘ જાવા તૈયાર થયો. ત્યારે…