Category ભાવનગર

આંબરડી ના બહારવટે ચડેલા જોગીદાસ ખૂમાણ ને વજેસિંહજીબાપુ (ભાવનગર રાજ્ય) વચાળે દાદાખાચરે સાણાંના ડુંગરાઓમાં સમાધાન કરાવ્યું.

ભાવનગર રાજ્ય અને આંબરડી ના જોગીદાસ ખૂમાણ પરિવારને ગરાસ બાબતે તકરાર ચાલતી હતી અને તેઓ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ઇ.સ. ૧૮૨૪ માં ખૂમાણોએ ગોહીલવાડના ગામ જૂણવદરમા હુમલો કરીને ઢોર વાળી આવ્યા હતા ને વલારડી અને ઘૂઘરલા ગામમાં આશ્રય…

શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, “હજુ મારી પાસે કાગળો…

શ્રીહરિ સહુ અસવારો અને સંતો-ભકતો સાથે સંઘમાં ભાવનગર જવા ચાલ્યા ને રસ્તામાં ગામ રોહીશાળા લક્ષ્મીરામ ઓઝાની ત્યાં રાતવાસો રોકાયા.

શ્રીહરિએ વરતાલમાં પુષ્પદોલોત્સવ કરીને પાર્ષદો સાથે ઘોડે ચડીને જાવા પ્રયાણ કર્યું, એ વખતે નિત્યાનંદ સ્વામી શ્રીહરિને દર્શને આવ્યા ને કહ્યું કે “હે મહારાજ, સદગુરુ મુકતાનંદ સ્વામીની અવસ્થા હોઇ તે માર્ગમાં તમ સાથે ઉતાવળે ચાલી શકશે નહી, તો આ શુન્યતિતાનંદ સ્વામી…