Category ભક્તવત્સલ શ્રીહરિ

જેસંગભાઇ, જાઓ અમે વર આપીએ છીએ કે ‘આ તમારી માઢ મેડી હેંઠેથી જે જીવ ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ…’ નામ રટણ કરતા જાહે એમનું કલ્યાણ થશે..! ને એને જમનું તેડું નહીં આવે..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્ષદો સાથે બીરાજતા હતા. આ વખતે બારભાયા ગુરુભાઇ એવા રામદાસસ્વામી આવ્યા ને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જેસંગભાઇ આવ્યા હતા, જેઓ શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા…

ગોંડલના સુથાર જીકોરબાઈએ હૈયાનાં હેત ઢોળી ઢોળીને શ્રીહરિ અને સંતોને થાળ પીરસી જમાડયા.

સવંત ૧૮૬૮માં ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને આગોતરા દૂકાળની ચેતવણી આપવા સારું વિચરણ આરંભ્યું હતું. મુમુક્ષુ ભક્તોને ગામોગામ પ્રભું પોતે જઇને કહેતા કે “ચેતી જજો ! સાવધાન રહેજો ! આવતા વર્ષે ભયંકર ઓગણોતેરો કાળ પડશે. માટે ઢોર-ઢાંખર કે ઘરેણા વેચી…

ગોવર્ધનભાઇએ ત્રિકમને કહ્યું કે, ‘‘જો તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો.’’

ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય અને પરમ એકાતિંક મુકતરાજ એવા માંગરોળના શ્રીગોવર્ધનભાઇ પોતે સમાધિનિષ્ઠ હતા એટલે ત્રણેય અવસ્થામાં જ્યારે ઇચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા. શ્રીજી મહારાજની કૃપાએ એ બીજાને પણ સમાધિ કરાવતા. એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઇને…

શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’

સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિરની મહંતાઇ લીધા સમયે શ્રીહરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે બે મહીના જુનાગઢ પધારતા અને સહું સંતો-ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા.એકવખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ પધાર્યા. આ વખતે ગણોદના એકાંતિક…

વડોદરાના રામચંદ્ર વૈદ્ય વર્તમાન ધારણ કરી શ્રીહરિ પાસે સત્સંગી બન્યા

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારના જાણીતા રામચંદ્ર વૈદ્ય સત્સંગનાં ખૂબ જ દ્વેષી હતા. રામચંદ્ર વૈદ્ય શ્રીડાકોરનાથજી (શ્રીરણછોડરાયજી) ના પરમ ભક્ત હતા. દર પૂનમે ડાકોર જતા. ડાકોરનાથનું ભજન કરતા. એકવાર હરિ ભટ્ટ શાસ્ત્રી નામના વિદ્વાન બ્રાહ્મણ ખૂબ જ બીમાર થયેલા. તેમનો ભત્રીજો…

વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશના સીતાપુર ગામે પધાર્યા. બિમાર ગામધણી દરબારશ્રી રામસીંહજીને શરીરે પીડા મટી ગઇ ને રોગ મુક્ત થયા.

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં સત્સંગ વિચરણ કરાવવા પોતાના મંડળ સાથે ફરતા હતા. અનેક મુમુક્ષું જીવોને શ્રીહરિની ઓળખાણ કરાવીને પરમપદની પ્રાપ્તિની ઓળખાણ તેમજ પંચવર્તમાન દ્રઢ કરાવતા હતા. એકસમયે વિજ્ઞાનાનંદ સ્વામી ફરતા ફરતા નિમાડ દેશના દાંતિયા તાલુકાના સીતાપુર ગામે…

શ્રીહરિ બોલ્યા જે ‘તમારે સહુંને આ નિત્યાનંદ સ્વામીને જેવા તિલક-ચાંદલો છે એવા કરવા..!’

સંવત ૧૮૭૭ના પોષ સુદી પૂનમના દિવસે શ્રીહરિ સહું સંતો-ભક્તો સાથે ભકતરાજ ઝીણાભાઇનો અતિ સ્નેહ અને માથે પાઘડી નહી બાંધવાના પ્રણને વશ થઇને પંચાળા પધાર્યા. ઝીણાભાઇએ સહુની અતિ મહીમાંએ સરભરા કરી. શ્રીહરિને રંગોત્સવ કરવા સારું અરજ કરી, પ્રભુંએ સંમતિ આપતા ઝીણાભાઇએ…

નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ તો આ કૂવાનું નામ ગંગાજળિયો !’

ધર્મકુળને અયોધ્યામાં સંતોએ શ્રીઘનશ્યામ પ્રભુંના સમાચાર દીધા એટલે એ સહું કારીયાણી આવીને મહારાજને મળ્યા પછી ત્યાંથી સહું ગઢપુર પધાર્યા. તે સમયે દાદાખાચર, મોટીબા, રાજબાઇ, લાડુબાઇ, હરજી ઠક્કર એ આદિ હરિભક્તોએ ભારે થાન મંગાવીને દરજીને બોલાવ્યા. તેની પાસે ભારે ભારે પોષાકો…

રાજપુરના જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.”

સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા. વળી ફરીને એજ વરહે કરજીસણથી ચાલ્યા તે ડાંગરવા થઇને રાજપુર પધાર્યા ને પરમભકત નરોત્તમભાઇને ઘેર ત્રણ…

એક ભવાયો કહે કે “કોઇને રીઝવવા મુખથી હલકા વેણ બોલીએ ત્યારે તે વળી પાંચ પૈસા દીયે..! એ આજ અમે તમ સન્મુખ ગીતો ગાઇશું, આપ અમને પોતાના જાણીને શરણે લેજો.”

અમદાવાદ જીલ્લાના ધોલેરા પાસેના પીપળી ગામે શ્રીહરિ અનેક વખત પધાર્યા છે. આ તિર્થ સ્વરુપ પીપળી ગામમાં શ્રીહરિને વિશે અતિશે સ્નેહવાળા દાદાભાઇ નામે દરબાર હરિભકત હતા. ગયા પિપળીએ હરિરાય, દાદાભાઈના દરબારમાંય…! સંવત ૧૮૬૧માં શ્રીહરિ ગામ બૂધેજ ખોડાભાઇના ઘેરથી ચાલ્યા તે ગોરાડ,…

કારીયાણીના પટેલ જ્ઞાતિમાં પુરીબાઇને શ્રીહરિ પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

ગામ કારીયાણીમાં વસ્તાખાચરના ઘરવાળા પ્રેમીભકત એવા શીતબાંના યોગથી ગામની ઘણીય બાઇઓને સત્સંગ થયો હતો, એમાનાં પટેલ જ્ઞાતિમાં પુરીબાઇ નામે હરિભકત થયા હતા. અવારનવાર દરબારગઢમાં શ્રીહરિ પધારતા હોઈને કથાવાર્તા અને સેવાની હેલીયું લાગતી. આ વખતે પ્રેમીભકત શીતબાં ગામના સહુ મુમુક્ષુ બાઇઓને…

ધાંગન્ધ્રાના બેચર પંચોલી “મારે તો પુસ્તક લઈ જઈ શ્રીજીમહારાજને રાજી કરવા છે. એના માટે તમે કહેશો તેટલા દંડવત કરવા તૈયાર છું.”

શ્રીજીમહારાજ વડતાલ જ્ઞાનબાગમાં ઊંચા ઓટલા પર બિરાજીને શ્રીહરિ પોતાના ભક્તો સુખ આપે છે. દૂર દેશથી હરિભક્તો આવે છે અને શ્રીહરિ સૌને કુશળ સમાચાર પૂછે છે. કોઈ પ્રેમી ભક્તો આવીને પ્રભુ ને સુગંધીમાન અત્તર ચર્ચે છે, તો કોઈ ભક્તો ચંદન લાવી…

શ્રીહરિ બોલ્યાકે “એભલબાપું, આ દાદો તો અમારો છે, આ તમારો દરબારગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માની ને રહ્યા છીએ અને કાયમ રહીશું..!”

શ્રીહરિ એભલ બાપુંના અતિ આગ્રહે એમના પ્રેમને વશ થઇને કારીયાણીથી ગઢપુર પધાર્યા. લાડુંબાં-જીવુંબાં બેઉ બહેનો અતિ આનંદ પુર્વક શ્રીહરિની તેમજ સર્વ સંતો-ભક્તોની અતિ મહીમા સમજીને સર્વ સેવા કરતા. શ્રીહરિ ગઢપુર પધાર્યા ત્યારે નાના એવા દાદાખાચર ની ઉંમર એ વખતે ચાર…

મુક્તાનંદસ્વામી: ‘જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…’

સંવત ૧૮૭૯માં સદગુરુ મુક્તાનંદસ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા. શ્રીહરિ એ વખતે સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બીરાજતા હતા. શ્રીહરિએ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી, આ વાતની સ્વામીને કોઇએ જાણ કરી, મુકતાનંદ સ્વામી તો દર્શનના…

શાર્દુલસીંહ બોલ્યા કે: ‘સાહેબ, હવે તો મોત મંજૂર છે પણ મારા ઘરે થી મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ભૂખ્યા જાય એ મંજૂર નથી..!’

આજથી સવા બસો વરહ પેલા ખેડા જિલ્લામાં અંગ્રેજ અમલદાર તરીકે લેફટનન્ટ મીલ સાહેબની નિમણૂક થઇ, જેઓ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તાર નો પણ ચાર્જ સંભાળતા. પોતે ચાર્જ સંભાળતા જ ત્રીસ ત્રીસ વરહથી પાલીતાણાના સંભવનાથના જૈન મંદિરના ચોરાયેલ તિલકમણીની તપાસની ફાઇલ પોતે હાથમાં લીધી.…