શ્રીજી મહારાજ બોલ્યા જે, “જ્યારે આપણે દેવનાં દર્શન કરવા જવું ત્યારે દાસભાવ રાખવો તો અંતરમાં સુખ રહે.”

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં બીરાજતા હતા, બપોરે જાગીને જળપાન કરીને શ્રીજી મહારાજ ઢોલીયે બિરાજમાન થયા ને પોતાની આગળ બેઠેલા સંતો, બ્રહ્મચારી, પાર્ષદો અને સર્વ સત્સંગીઓ આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી ઘણીય વાર્તા કરી. ત્યાર પછી લાજ રાખવા વિષે વાર્તા કરી જે, “લાજે કરીને ધર્મ…

સુરાબાપુએ પ્રશ્ન પુછ્યો કે “મહારાજ.. ભણું, ગોપીયું શ્રીકૃષ્ણભગવાનની વેણુંનાદ સાંભળતા પોતાના પુત્ર-પરિવાર મેલી ને હાલીયું’તી, તે હાલમાં કળજુગ માં એવા કોઇ ભકતો હશે કે ?

એકવખતે શ્રીહરિ ધોળકાથી સહુ કાઠીદરબારો સાથે ઘોડેસ્વાર થઇને નીસર્યા તે ગામ બરવાળે પહોંચ્યા, ત્યાં ઉતાવળી નદીએ ઘોડાને પાણી પાવા સારું સહું અસવારો સાથે ઉભા રહ્યા. ઉતાવળી નદીના જળમાં શ્રીહરિ તેમજ સહુ સાથેના દરબારો માણકી ઘોડી તેમજ અન્ય ઘોડાને પાણી પાઇને હાથ-મુખ વગેરે ધોઇને નદીની રેતીમાં…

મહારાજે હંસતા હસતાં પ્રેમીભક્ત આંબાશેઠને કીધું, “ખીજડા આવે, લીંબડા આવે, તો આંબો કેમ નો આવે ? જરૂર થી આવજો

એક સમયે શ્રીજી મહારાજે, એકાંતવાસ રાખ્યો હતો; એવામાં એક વાર આંબા શેઠ, મહારાજના દર્શને ગઢડે આવ્યા. હવે અંહિયા તો મહારાજની આજ્ઞા સિવાય, કોઈ જ દર્શન નો જઈ શકે. પણ પ્રેમીભક્ત આંબાશેઠ તો વળી કેવી રીતે દર્શન વિના રહી શકે ? એટલે તેમણે એક યુક્તિ વિચારીને,…

શ્રીહરિ સહુ અસવારો અને સંતો-ભકતો સાથે સંઘમાં ભાવનગર જવા ચાલ્યા ને રસ્તામાં ગામ રોહીશાળા લક્ષ્મીરામ ઓઝાની ત્યાં રાતવાસો રોકાયા.

શ્રીહરિએ વરતાલમાં પુષ્પદોલોત્સવ કરીને પાર્ષદો સાથે ઘોડે ચડીને જાવા પ્રયાણ કર્યું, એ વખતે નિત્યાનંદ સ્વામી શ્રીહરિને દર્શને આવ્યા ને કહ્યું કે “હે મહારાજ, સદગુરુ મુકતાનંદ સ્વામીની અવસ્થા હોઇ તે માર્ગમાં તમ સાથે ઉતાવળે ચાલી શકશે નહી, તો આ શુન્યતિતાનંદ સ્વામી અને વૈકુંઠાનંદ બ્રહ્મચારીને તમારો થાળ…

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામી

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ નાનપણથી જ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે અતિ પ્રીતિવાળા હતા. પોતે પુર્વજન્મના મુમુક્ષું હોય એમને નાનીવયે જ વૈરાગ્યનો રંગ લાગતા અસાર સંસાર કડવા ઝેર જેવો લાગ્યો. તેથી પોતે વિરક્ત…

શ્રીજીમહારાજ રાજી થયા ને બોલ્યા કે “સિંહના તો સિંહ જ હોય ને’’ આમ, ત્રણેયને સાધુ દીક્ષા આપી ‘‘પ્રજ્ઞાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી’’ એવા નામ પાડ્યું.

શ્રીજીમહારાજના વિરાટ નંદસંતોના નભમંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના પ્રજ્ઞાનંદ સ્વામી એક નિઃસ્વાર્થ, ઉદાર સેવાભાવી અને કઈંક મુમુક્ષુ માનવી ઓને પ્રગટ શ્રીહરિની ઓળખાણ કરાવીને ભગવદનુરાગી બનાવે એવા અતિ સદગુણી હતા. સદગુરુ પ્રજ્ઞાનંદ સ્વામી…

મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવા શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને શ્રીહરિએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામા ને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

શ્રીહરિના અંગભૂત સેવક એવા મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવી સદ્‌ગુરુ શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો. તેઓ પુર્વજન્મના કોઇ મહાયોગી અને બાળપણથી જ સત્સંગના રંગે રંગાયેલા હતા. તેઓ સત્સંગની તિર્થસમીં પાવનધરણી ગામ પંચાળામાં મુકતરાજશ્રી ઝીણાભાઈના દરબારગઢમાં જ શ્રીહરિના હસ્તે બ્રહ્મચારીદીક્ષા લઈને “નારાયણાનંદ” નામ…

શ્રીજીમહારાજે રઘુવીરજી તથા અયોધ્યાપ્રસાદજીને કહ્યું: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.”

સંવત ૧૮૮૨ના કારતક સુદિ‌ પ્રબોધીની એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર શ્રીઅયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર શ્રીરઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ (ઉત્તર) અને વડતાલ (દક્ષિણ) એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યારબાદ સંવત ૧૮૮૩ના માગસર સુદિ પૂનમના દિવસે શ્રીજીમહારાજે શુકમુનિ…

વર્ણી બોલ્યા કે, ‘મહંતજી! શું સંતાઈ જવાથી આવેલું મોત પાછુ જતું રહેશે? લોકો લાંબું જીવવા હાથે દોરા બાંધે છે છતાં આયુષ્યની દોરી તૂટે ત્યારે તે દોરા ક્યાં કામ આવે છે?

શ્રી નિલકંઠ વર્ણી પ્રભુ વનવિચરણ વખતે હિમાલયની ગોદમાં આવેલા જે મઠના અધિપતિ મહંતે એક લાખ રૂપિયાની આવક સહિત સમગ્ર મઠ અર્પણ કરવાનો ભક્તિભાવ દર્શાવ્યો હતો, એ શ્રીપુરનો મઠ અલકનંદા નદીના કિનારે આવેલો છે. નિલકંઠ પ્રભુ જ્યાં રાતવાસો કરીને રોકાયા હતા એ અતિ પવિત્ર સ્થાન સમો…

ખાંભાના ગીદડી ગામના અમરા ભગતે કહ્યું ‘હું તો શ્રીજીમહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજીમહારાજની સેવામાં રહીશ;’

ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગામ ગીદડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો બેઉ ભાઇઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા. જેમના લૂગડાં જાડા ને સમજણ જીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઇઓ ગીરમાં ખેતીવાડી ને પશુપાલન કરીને ગુજારો કરતા હતા. સંતોના યોગે શ્રીજી મહારાજને…

ઘોડાસરના રાજાના માંએ એવો સંકલ્પ કર્યો હતો જે, “હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં, ને એ મારો મનનો સંકલ્પ જાણીને મને એના જમણા કાનની બુટ્ટી ઉપર તલ દેખાડે તો એ ભગવાન ખરા.’

એકસમયે શ્રીજીમહારાજ પોતાના અંગભૂત સેવક મુળજી બ્રહ્મચારીજી સાથે ચાલતા થકા ગામ ઘોડાસરને પાદર થઈને ડભાણ જતા હતા. તે વખતે ગામને પાદર ઘોડાસરના રાજાનો કુંવર ગામને પાદર બીજા છોકરાં ભેગો રમતો હતો. તેણે શ્રીજીમહારાજને ભાળી કહ્યું જે, “બાપો આવ્યા…બાપો આવ્યા..!” શ્રીહરિ હસ્યા અને ચતુરાઇથી કહે, “બાપો…

ખોરાસાના રાજાભાઈ ડાંગર કહે કે, “મહારાજ, જ્યારે કહે કે, રાજાભાઈ દર્શન કરવા આવે’ ત્યારે દર્શને આવીશ; નીકર મારે મહારાજની આજ્ઞા પ્રમાણે પર્વતભાઈનું સાંતી ખોટી થાય.”

ગામ ખોરાસામાં આહીર ખેડૂત રાજાભાઈ ડાંગર કરીને શ્રીહરિના પરમ નિશ્ચયી હરિભકત હતા. ગામમાં મંદિર પાહે એક વાણિયા સત્સંગી ની દુકાન હતી. તેને રાજાભાઈએ કહી રાખેલું જે, “આપણા ગામમાં સાધુ આવે ત્યારે આપણે ઘેરથી સીધું લાવીને જમાડવા.” પછી એક દિવસ રાજાભાઈ પોતાની વાડીએ ખેતીકામ કરવા ગયા…

ગોંડલના નાગડકાં ગામના નાથુજી દરબાર જમપુરીમાં ગયા ત્યારે યમરાજાએ કહ્યું કે ‘તમે તો પ્રગટના દર્શન કર્યા છે, માટે તમારે અહીં જમપુરીમાં આવવાનું ન હોય, પણ આ દુઃખો જગતના પાપી જીવો ને સારું છે.

સૌરાષ્ટ્રમાં ગોંડલથી ૮ કિલોમીટર દૂર નાના મહીકા અને બિલિયાળા તરફ નાનું એવુ નાગડકા ગામ આવેલું છે. આ નાગડકા ગામમાં નાથુજી દરબાર પુર્વ જન્મના કોઇ અતિ મુમુક્ષું હતા. નાથુજી દરબારને નાગડકા નજીકના ગામોમાં સંતોના વિચરણે થયેલા ઘણા સત્સંગીઓ મળતા રહેતા, આમ એમના સહવાસમાં રહેતા થકા એમને…

એકદિવસે દાવોલ ગામના ખોડાજી ઠાકોરને શિવજીએ દર્શન દઈને કહ્યું “હું તારી શ્રધ્ધાપૂર્વક પૂજાથી તારા પર પ્રસન્ન છું! તારે જે જોઇએ તે માગ “ખોડાજીએ હાથ જોડીને માગ્યું કે “હે દયાળુ દેવ ! મારો મોક્ષ કરો!”

ભરતખંડમાં ભગવાનના મુકતો, પુર્વ જન્મના મુમુક્ષુંઓ કે યોગભ્રષ્ટ આત્માઓ દેહ ધારણ કરીને પ્રગટ ભગવાન મેળવવા ઘણા ભક્તો તપ-વ્રત કે પ્રયત્નો કરે છે. આ કળીકાળમાં જો સાચા સંત મળે તો તે મુમુક્ષુને પ્રગટ ભગવાનનો ભેટો કરાવે જ એ ન્યાયે બોરસદ તાલુકાના દાવોલ ગામના ખોડાજી ઠાકોર ભગવાનને…

શ્રીજીમહારાજે બામણગામમાં અરુપાનંદ સ્વામીને કહ્યું ‘અમે તમને તેડવા નથી આવ્યા. અમે તો ગામમાં હેમંતભાટ નામે અમારા ભકત છે, તેમને તેડવા આવ્યા છીએ.’

ચરોતર દેશમાં આણંદ જિલ્લામાં બામણગામમાં ભાટ હેમંતભાઈ બહુ સારા હરિભકત હતા ને સદાય શ્રીજીની આજ્ઞાને અનુસારે વર્તતા ને નિયમ ધર્મ બરોબર પાળતા. શ્રીહરિની મરજી મુજબ કાંય આજ્ઞામાં વર્તતા અને હરિભકતો તથા સંતનો મહિમા ઘણો સમજતા. એમ કરતાં એમને એક વખત શરીરે મંદવાડ આવ્યો ને દેહ…