શ્રીહરિ કહે સુરાબાપું સૌને હાસ્યવિનોદ કરાવો એટલે સુરાબાપું એ વાત કરી જે, “ભણું મહારાજ ! કેટલાક ગામનું તો નામ લીધે જ અન્ન નો કટકોય નો મળે ને અનાજને બદલે જૂતિયાં ખાવાં પડે.”

એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દરબારગઢમાં સભા કરીને વિરાજમાન હતા. તે સમે પોતાના સખા સુરા ખાચરે આવી શ્રીજીમહારાજને દંડવત પ્રણામ કર્યા ને સન્મુખ બેઠા. શ્રીહરિ કહે સુરાબાપું કાંઇક સૌને હાસ્યવિનોદ કરાવો એટલે સુરાબાપું એ વાત કરી જે, “ભણું મહારાજ ! કેટલાક ગામનું તો નામ લીધે જ માણસને…

ગામ કુંકાવાવના સુંદરજીભાઇ ગીલા સમર્થ સદગુરુ સંત બાલમુંકુંદદાસ સ્વામીના આશીર્વાદે બોલતા ચાલતા દેહ છોડીને અક્ષરધામમાં સિધાવ્યા.

ગામ કુંકાવાવમાં સુંદરજીભાઇ ગીલા નામે લોહાણા જ્ઞાતિમાં શ્રીહરિના એકાંતિક ભકત હતા. તેઓ બાલમુંકુંદદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી વગેરે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ની જોકના સંતોના યોગે આત્મનિવેદી ભકત થયા હતા. પોતાની આર્થિક પરીસ્થીતી સાધારણ હોવા છતા સંતો જ્યારે જ્યારે કુંકાવાવ પધારે ત્યારે રસોઇ કરીને જમાડે,…

ગામ સનાળાના વિપ્ર મુળજી મહારાજ બોલ્યા, ‘આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થાશે તો કરોડ વડોદરાં મળ્યાં તેમ જાણજો.’ એમ વાત કરતાં બાર વાગ્યાનો વખત થયો ત્યારે સહુને કહે ‘જય સ્વામિનારાયણ’ હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહ મેલ્યો.

એકવાર ગામ સનાળામાં પરમ હરિભક્ત વિપ્ર મુળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો. તે પછી ત્રીજે દિવસે મુળજી પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા. તે વખતે તેમને શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દર્શન થયાં ત્યારે મૂર્તિમાં પોતે જોડાઈ ગયા ને લક્ષ થયો ને સમાધિમાં અક્ષરધામમાં ગયા.…

સુરોખાચર બોલ્યા, ભણું મારાજ, જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.

એક દિવસે શ્રીહરિના એકાંતિક ભક્ત દંઢાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભુલાભાઇ શ્રીહરિને દર્શને ચાલ્યા. પોતે સ્વભાવે એકદમ ભોળા અને શ્રીહરિને વિશે અનન્ય ભરોસો ધરાવતા હતા. એમને ઉગમણા-આથમણાની પણ ગમ નહિ, ને ઉનાળા-શિયાળાની પણ ખબર નહિ, તેમજ જમવાનું ભાથું પણ સાથે નહિ, અને પીવા સારું પાણી…

ટોરડામાં ખુશાલ ભટ્ટની સામર્થીથી ગોપાળદાસ સાધુ ના આડંબર નો ભાંડો ફૂટી ગયો.

સંવત ૧૮૫૬ ના જેઠ મહિનામાં ગોપાળદાસ નામના એક રામાનુંજ સાધું ગામ ટોરડામાં ચાતુર્માસ ગાળવા આવ્યા. ટોરડા ગામનાં રાધાકૃષ્ણ મંદિરમાં આવીને ઉતારો કર્યો. ગામના સહુ બ્રાહ્મણ તેમજ સોનીઓ પોતાને ઘેર એમને જમવા નુ નોતરું દેતા હતા. આ ગોપાળદાસ સાધુ રોજ પોતાના ઠાકોરજીને સાથે લઇને જમવા જાય…

દરિયાખાનના ઘૂમ્મટમાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ સત્ય ને પતિવ્રતાનો પક્ષ રાખ્યાના પ્રતાપે મુસલમાનનો નવાબ થયો હતો એનું કલ્યાણ કર્યું, હરિનામની ધૂન્ય કરાવી, તેને વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદરિકાશ્રમમાં મોકલ્યા.

શ્રીજીમહારાજ અમદાવાદમાં દરિયાખાનના ઘૂમ્મટમાં સહું સંતો, કાઠીદરબારો અને પાર્ષદ અસવારો સહિત પધાર્યા હતા. ત્યાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ જે પૂર્વે મુસલમાનનો નવાબ થયો હતો. પુર્વે મહાભારત સમયે રાજસભામાં પાંડવો જૂગટુમાં હારી જતા જ્યારે દ્રોપદીજીના ચીર પોતાના ભાઇ દુઃશાસને તાણ્યાં હતાં તે વખતે વિકર્ણે પાંડવોનો પક્ષ…

હળિયાદના માવજીભગત કહે, “તારું પાણી દે કોઈક ને, મેં તો તારું પાણી ઘણું પીધું, હવે તો શ્રીહરિ સાથે અક્ષરધામમાં જવું છે.”

ગામ હળિયાદમાં માવજીભાઇ કરીને હરિભગત હતા, તેના ઘરનું માણસ બહુ કુસંગી હતું. બાઇ જ્યારે ભાત લઈને ખેતર જાય ત્યારે માવજીભગતને હેરાન કરવા સારું ડુંગળીનો ગાંઠિયો મેલીને જાય અને પાણીના ગોળામાં પણ ડુંગળી નાંખે. એક વખત ગામના મંદિરે ધર્માનંદસ્વામી પધાર્યા હતા. માવજીભગત મંદિરે દર્શન કરવા આવ્યા…

દેવિદાસ તો રોઝા ઘોડા જોઇ બોલ્યા કે “પ્રભું, આ આખાયે જગતમાં આવો અશ્વ ક્યાંય જડે નહી. એની ચાલ, મથરાવટી ને ચારેય ડાબલાની ઘણક હું જીવીશ ત્યાં લગી મને કાયમ સાંભરશે, તમે પણ જોતા જ લાગે છ કે તમે અશ્વના જાણકાર ખરેખરા…!”

વડોદરા ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવે પોતાના રાજદરબાર માં  દેવીદાસ નામના રાધાવલ્લભીય વૈરાગીને અતિ આગ્રહ કરીને રાખ્યા હતા. તેઓ સુગમ શાસ્ત્રીય સંગીતને ખૂબ સારી રીતે જાણતા હતા, આથી જ્યારે જ્યારે મહારાજા સયાજીરાવને શાસ્ત્રીય સુગમ સંગીત નું ગાન સાંભળવાની ઇચ્છા થાય ત્યારે તેઓ આ દેવિદાસ વૈરાગીને પોતાના…

શ્રીજીમહારાજ હસતા થકા બોલ્યા કે “અલી મહંમદ..! જા તું અમારા શરણે થયો છે તો તને એક હજારના દસ હજાર મળશે..!”

એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લીંબવૃક્ષના ઓંટાએ ઉગમણી કોર ફળીમાં બેઠા હતા. એકવખતે અલી મહંમદ નામનો એક મુસલમાન ઘોડાનો સોદાગર દરબારગઢમાં આવ્યો. એ વખતે એના સમક્ષ ત્યાં ફળીમાં તાજણ ઘોડીને શ્રીહરિએ ફેરવી બતાવી. એ સોદાગર તો શ્રીહરિને જોઇને ચકિત થઇ ગયો. તેણે અતિ તેજના અંબારમાં…

શ્રીહરિએ સુખાનંદ સ્વામીને કહ્યું કે, ‘સ્વામી, તમારી આવરદા એક વર્ષની છે, માટે તમે અહી જ સેવામાં રહો.’

સદગુરુ સુખાનંદ સ્વામીનો જન્મ “ઉજ્જૈન” માં એક પવિત્ર દંપતિ એવા નાગર બ્રાહ્મણને ઘેર થયો હતો. પોતે પુર્વજન્મના યોગી અને ભગવાનને મળવા ઝંખતા એવા સાચા મુમુક્ષુ હોવાથી સદ્‌ગુરૂની શોધ કરતા ગુજરાત તરફ સાધુઓના મંડળમાં આવ્યા. ફરતા ફરતા એમને સોરઠ દેશમાં ગુરુદેવ શ્રીરામાનંદ સ્વામીનો ભેટો થયો અને…

ગામ દહીંસરામાં કચરા ભક્ત: ‘આપણે મહારાજનાં દર્શન કરવા જઇએ છીએ, જો ચરણમાં સોળ ચિહ્ન હોય, ને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું,

ગામ દહીંસરામાં ભક્ત કચરો નામે એક સત્સંગી હતા. કુસંગીઓ તે વખતે ગામમાં ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં. સંવત્‌ ૧૮૮૬ની સાલમાં રામનવમીના સમૈયા ઉપર વડતાલમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પોતપોતાના ગામથી સંઘ જાવા તૈયાર થયો. ત્યારે કચરો ભક્ત પણ દર્શન કરવા…

જેસંગભાઇ, જાઓ અમે વર આપીએ છીએ કે ‘આ તમારી માઢ મેડી હેંઠેથી જે જીવ ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ…’ નામ રટણ કરતા જાહે એમનું કલ્યાણ થશે..! ને એને જમનું તેડું નહીં આવે..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્ષદો સાથે બીરાજતા હતા. આ વખતે બારભાયા ગુરુભાઇ એવા રામદાસસ્વામી આવ્યા ને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જેસંગભાઇ આવ્યા હતા, જેઓ શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા એટલે સ્વામીએ શ્રીહરિને એ પ્રેમી…

દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇને શ્રીજીમહારાજે કહ્યું કે, “મેરામભગત ! તમે રાત્રે ઉઠીને વાણિયાની દુકાને એક મુઠ્ઠી જુવાર ચોરી કરીને ખાધી એ ઠીક ન કર્યું.”

ગોંડલના દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇ અને એમના પત્નિ બન્નેને સંતોના યોગે રૂડો સત્સંગ થયો હતો. સંવત ૧૮૬૮ની સાલમાં શ્રીજીમહારાજ સહું સંતો ભક્તો સાથે તેને ત્યાં પધાર્યા અને કહ્યું કે, “ભગત ! ભજન કરતા દાણાં ખૂટે તો ગઢડે આવતા રહેજો, પણ દુઃખી ન…

ગોંડલના સુથાર જીકોરબાઈએ હૈયાનાં હેત ઢોળી ઢોળીને શ્રીહરિ અને સંતોને થાળ પીરસી જમાડયા.

સવંત ૧૮૬૮માં ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને આગોતરા દૂકાળની ચેતવણી આપવા સારું વિચરણ આરંભ્યું હતું. મુમુક્ષુ ભક્તોને ગામોગામ પ્રભું પોતે જઇને કહેતા કે “ચેતી જજો ! સાવધાન રહેજો ! આવતા વર્ષે ભયંકર ઓગણોતેરો કાળ પડશે. માટે ઢોર-ઢાંખર કે ઘરેણા વેચી નાંખજો, પરિવાર પુરતા અનાજનો સંગ્રહ…

કચ્છના ગામ ‘રવા’ના વણિક વિપો શેઠ વાતો કરતા થકા દેહ મેલીને ભગવાન શ્રીહરિ અને સહું મુકતો સાથે અક્ષરધામમાં ગયા.

કચ્છના અબડાસા તાલુકામાં ‘રવા’ નામે ગામ છે, આ ગામનો વણિક વિપો શેઠ બહુ સારા સત્સંગી હતા, એકવખતે તે તેનાં સગાં સંબંધી અને સર્વ ઘરનાં મનુષ્યોને સાથે લઇને પરદેશમાં કમાવા માટે ગયા હતા. ત્યાં અચાનક એમની તબીયત લથડતા વિપો શેઠ શરીરે માંદા થયા. તે આખાયે સંઘમાં…